મહિલાઓની સકસેસ સ્ટોરી
થઇ કેમેરામાં કેદ

મહિલાઓની સકસેસ સ્ટોરી થઇ કેમેરામાં કેદ

March 08, 2013

કર્ણાવતી આર્ટ ગેલેરી ખાતે વિમેન્સ ડે નિમિત્તે ત્રણ ફોટોગ્રાફર નરેન્દ્ર ઓતિયા, આનંદ પટેલ, વ્રજ મિસ્ત્રીના ફોટો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. એક્ઝિબિશનમાં મૂકવામાં આવેલા ફોટોગ્રાફ્સ અમદાવાદ સિવાય આજુબાજુના ગામડાંમાં શૂટ કરવામાં આવ્યા છે. મુખ્ય વિષય તરીકે મહિલાઓની એક્ટિવિટીને ધ્યાનમાં રાખવામાં આવી છે. મહિલાઓ જે રોજબરોજના કાર્યમાં જોડાય છે તેને બારીકાઇથી કેમેરામાં કંડારવામાં આવી છે. નરેન્દ્ર ઓતિયા જણાવે છે કે, આમ તો હું બેન્કમાં કામ કરતો સામાન્ય કર્મચારી છું. સાથોસાથ છેલ્લા ૩૫ વર્ષથી ફોટોગ્રાફી સાથે પણ સંકળાયેલો છું. જ્યારે પણ બહાર જવાનું થાય ત્યારે હું અચુક કંઇક નવું કેમેરામાં કેદ કરવા માટે મથતો હોઉં છું. આ એક્ઝિબિશનના દરેક ફોટોગ્રાફ પાછળ એક સ્ટોરી રહેલી છે. એક ફ્રેમમાં મગોડી ગામની એક મહિલાનો ફોટોગ્રાફ છે જેની આર્થિક સ્થિતી ખરાબ થઇ જતા પોતાના પતિને પણ ગીરવે મૂકવો પડયો હતો. આજે તે મહેનત કરીને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે છે. આવા પ્રકારના ઘણા ફોટોગ્રાફ આ એક્ઝિબિશનમાં છે જેમણે મહેનત કરીને સમાજને દિશા આપી છે.

Up